શ્રીમદ્દ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય, નવસારી

ઈ.સ. ૧૯૯૬ થી શરુ થયેલ નવસારી કેળવણી મંડળ સંચાલિત  શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય નામે  નામાંકિત સંસ્થા શરૂઆતમાં ધો. ૫,૬,૭  નાં ત્રણ વર્ગો શરુ કરવામાં આવ્યા હતા. ૭૪ વિદ્યાર્થીઓથી શરુ થયેલી આ શાળા ઈ.સ. ૨૦૦૧ માં નવીનીકરણ થતાં એક શાળા રૂપે શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય આજે જ્ઞાનતીર્થની સાથે એક સંસ્કારતીર્થ બની રહી છે. વિદ્યાર્થીનું જીવન “ સુજલામ સુફલામ “ કરી નાખે તેવી અમારી શાળા આજે ઉત્તરોત્તર પ્રગતિ કરતાં ૧૪૧૦ મઘમઘતાં ફૂલડાં રૂપે વિદ્યારૂપી બાગમાં મહોરી રહ્યાં છે. જ્યાં બાળકો નિર્ભયતા, નિઃસ્વાર્થભાવ, નિરાભિમાન અને સર્જનશક્તિનો વિકાસ કરનાર બને એવા શુભ આશયથી કોમ્યુટર અને બાલમંદિર વિભાગ સહિત ૨૫ સંનિષ્ઠ અને પ્રતિભાશાળી શિક્ષકો તથા પાંચ બિન શૈક્ષણિક કર્મચારી આમ કુલ ૩૦ કર્મચારીઓ ખંતથી શાળાના શૈક્ષણિક કાર્ય અને અન્ય પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપી બાળકોના સર્વાંગી વિકાસ સાથે કાર્યરત છે.

વધુ માહિતી »

ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્ય શાળાઓ