ખેલ મહાકુંભ માં શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયનું ગૌરવ વર્ષ-૨૦૨૫

Jan 29, 2025

શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયનું ગૌરવ

ખેલ મહાકુંભ -3 ૨૦૨૪ ૨૫ અંતર્ગત તાઃ ૨૮-૧- ૨૫ ને મંગળવાર ના રોજ * જીલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન ખારેલ હાઈસ્કૂલ મુકામે યોજાયેલ હતી . જેમાં આપણી શાળા શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય ધોરણ – ૮-બ નો વિદ્યાર્થી ટંડેલ મંથન કપિલ ભાઈ~વયજુથ અંડર -૧૪ અને વેઈટ કેટેગરી ૪૦-૪૫ કે.જી માં જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ અને ૫૦૦૦ રૂપિયા રોકડ પુરસ્કાર રૂપે મેળવેલ છે.અને ધોરણ :-પ બનો વિદ્યાર્થી મોદી માલવ ધર્મેશભાઈ એ વયજુથ અંડર ૧૪ અને વેઈટ કેટેગરી ૪૦-૪૫ માં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરી સિલ્વર મેડલ અને ૩૦૦૦ રૂપિયા રોકડ પુરસ્કાર રૂપે મેળવેલ છે. .
ઉપરોક્ત બંને વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે .
બંને વિધાર્થીઓને અને માર્ગદર્શક શિક્ષકમિત્રોને નવસારી કેળવણી મંડળના પ્રમુખશ્રી તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખશ્રી હિરેનભાઈ પારેખ, મંત્રીશ્રી ઠાકોરભાઈ નાયક, શાળાના આચાર્યા શ્રીમતી કુંતલબેન દેસાઈ તથા સમગ્ર શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આ વિજેતા વિધાર્થીઓને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ.💐💐