પર્યાવરણ પ્રહરી : નંદનવન નવસારી આચાર્યશ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર . વર્ષ ૨૦૨૫-૨૬

Feb 2, 2026

               શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય,નવસારી દ્વારા આયોજીત પર્યાવરણ પ્રહરી : નંદનવન નવસારી, પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલ આચાર્યશ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કારમાં નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય , નવસારીએ પ્રાથમિક વિભાગ મોટી શાળા કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી આ પ્રકલ્પને ગૌરવશાળી બનાવતા પુરસ્કાર સ્વરૂપે ભારતના સોલારમેન તરીકે જાણીતા શ્રી ચેતનસિંહ સોલંકીના હસ્તે રૂ.૧૧,૦૦૦/- ની કિંમતની કૂપનો પુસ્તકો માટે તેમજ રૂ.૫૦૦૦/-નો રોકડ પુરસ્કાર, ટ્રોફી અને સર્ટીફીકેટ પ્રાપ્ત કરેલ છે.