શાળા વિષે

ઈ.સ. ૧૯૩૫માં નવસારી કેળવણી મંડળ સંચાલિત નવસારી હાઇસ્કૂલ પ્રાથમિક વિભાગનાં ધો.૫, ૬, ૭ નાં ત્રણ વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. નવસારી વિભાગમાં વર્ષોથી જ્ઞાનજ્યોતનો પ્રકાશ ફેલાવી રહી છે. જેમાં શરૂઆતમાં ધો. ૫ માં ૨૨ વિદ્યાર્થીઓ,  ધો. ૬ માં ૨૫ વિદ્યાર્થીઓ,  ધો. ૭માં  ૨૭ વિદ્યાર્થીઓ એમ કુલ ૭૪ વિદ્યાર્થીઓથી શરૂ કરેલ શાળામાં આજે જુનિ.કે જી, સિનિ.કે જી અને ધો. ૧ થી ૮ માં કુલ ૧૪૧૦ વિદ્યાર્થીઓ  અભ્યાસ કરી રહ્યાં છે. શાળાનું પટાંગણ આ નાના-નાના ભૂલકાંઓના કિલ્લોલથી ગુંજી રહ્યું છે.

ઈ.સ. ૨૦૦૧માં શાળાનું નવીનીકરણ અને શાળાની નામના  થતાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયનાં નામે અંકુરિત થઇ. જુનિ.કેજી. થી લઇ ધો. ૧ થી ૮ નાં બે-બે વર્ગોમાં સદ્દગુણો અને સંસ્કારોનું નિર્માણ કરવા નવસારી કેળવણી મંડળના નેજા હેઠળ શાળામાં કોમ્પ્યૂટર, બાલમંદિર વિભાગ સહિત ૨૫ સેવાભાવી અને પ્રતિભાશાળી શિક્ષકવૃંદ તથા પાંચ બિન શૈક્ષણિક કર્મચારી મળી કુલ ૩૦ જેટલાં શિક્ષકો વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને શૈક્ષણેતર પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. તેઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યાં છે. આપણી શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સેંઘાવાલા ફેનિલ ધર્મેશભાઈએ શૈ. વર્ષ : ૨૦૧૪-૧૫ માં પોતાના ધોરણ – ૮ ના અભ્યાસ દરમ્યાન ટાટા બિલ્ડીંગ ઈન્ડિયા દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સિધ્ધિ માટે તેને રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ડો. પ્રણવમુર્ખજીના વરદ હસ્તે પારિતોષિક એનાયત કરવામાં આવેલ છે.

દરેક માતા-પિતાને પોતાનું બાળક ઉચ્ચ શિક્ષણ અને સારા સંસ્કાર મેળવી સફળ બને એવી અપેક્ષા હોય છે. એ અપેક્ષાને ફળીભૂત કરવા અને બાળકનો સર્વાંગી વિકાસ થાય એ હેતુથી શાળામાં વર્ષ દરમ્યાન સયાજી વૈભવ લાયબ્રેરીના વિવિધ કાર્યક્રમો, વાર્તાલેખન, બાળગીત, અભિનય ગીત, વકતૃત્વ સ્પર્ધા, ફેન્સી ડ્રેસ, ખેલ મહાકુંભ રમતોત્સવ, ચિત્ર સ્પર્ધા, તાતા બિલ્ડીંગ ઇન્ડિયા આયોજિત નિબંધ સ્પર્ધા તેમજ રેડક્રોસની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. આ સાથે કરાટેનાં વર્ગો, કમ્પ્યુટરના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિઓ થકી શાળાની શૈક્ષણિક પ્રગતિ હરણફાળ ભરી રહી છે. બદલાતા સમય સાથે તાલમેલ જાળવી પ્રગતિ સાધી શકીયે એ માટે બાહ્ય પ્રવૃત્તિ સ્વરૂપે શાળામાં એજ્યુકેશનલ સોફ્ટવરેના માધ્યમ થકી ઓડિયો વિઝ્યુઅલ શિક્ષણ પદ્ધતિથી બાળકો રુચીપૂર્ણ, સરળતાથી તેમજ ઝડપથી શિક્ષણ મેળવે એ હેતુસર અભ્યાસની શરૂઆત કરવામાં આવેલ છે.

શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ હરહંમેશ શાળાનાં હિતમાં કાર્યરત છે. તમામ કર્મચારીઓ સ્વેચ્છાએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. શાળાની દિન-પ્રતિદિન પ્રગતિની ખેવના રાખનારા શાળા પરિવારના તમામ સભ્યો અને શાળાના શિસ્તબદ્ધ  અને શિક્ષણને પ્રાધાન્ય આપનારા વિદ્યાર્થીઓના કારણે શાળા પ્રગતિના વધુ ને વધુ સોપાનો સર કરી રહી છે. ભવિષ્યમાં પણ શાળા પ્રગતિની કૂચ જાળવી રાખે એવી પ્રભુને પ્રાર્થના.

અમારી આ જ્ઞાનતીર્થ રૂપી સંસ્થા બાળકોનાં સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.

શાળાનો સમય

સોમવાર થી શુક્રવાર ૧૦:૩૦ થી ૦૪:૩૦

શનિવાર ૦૭:૫૦ થી ૧૧:૦૦

શાળામાં  જુન.કેજી, સીન.કેજી અને ધો- ૧ થી ૮ એમ દરેક ના બે –બે વર્ગો છે.

 આચાર્યશ્રીઓ: