પ્રવેશ જાહેરાત નર્સરી તથા જુનિયર કે.જી. શૈ.વર્ષ-૨૦૨૨-૨૦૨૩

Nov 23, 2021

નવસારી કેળવણી મંડળ સંચાલિત

શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય,નવસારી.

દુધિયા તળાવ,પેટ્રોલ પંપની સામે, નવસારી.

પ્રવેશ જાહેરાત નર્સરી તથા જુનિયર કે.જી.

 

જુન ૨૦૨૨ થી શરુ થતાં નવા શૈક્ષણિક વર્ષ માટે નર્સરીમાં તથા જુનિયર કે.જી.માં પ્રવેશ મેળવવા માટે તા.૦૬-૧૨-૨૦૨૧ ને સોમવાર અને ૦૭-૧૨-૨૦૨૧ ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન પ્રવેશ ફોર્મ કાર્યાલયમાંથી મળશે. ભરેલા પ્રવેશ ફોર્મ તા.૦૯-૧૨-૨૦૨૧ ને ગુરુવાર  અને તા.૧૦-૧૨-૨૦૨૧ શુક્રવાર સુધીમાં સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે.

તા.૩૧-૦૫-૨૦૨૨ નાં રોજ નર્સરીના બાળકો માટે ૦૩ વર્ષ અને જુનિયર કે.જી.ના બાળકો માટે ૦૪ વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ.

પ્રવેશ ફોર્મ મેળવવા માટે બાળકના જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

સરકારશ્રીની કોવીડ-૧૯ અંગેની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.

પ્રમુખશ્રી/મંત્રીશ્રી                                                                                                     આચાર્યશ્રી,

નવસારીકેળવણીમંડળ.                                                                                શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય

 નવસારી.                                                                                                                      નવસારી.