વ્હાલા વાલીમિત્રો,
બદલાતા સમયની સાથે એક નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ એક નવા રંગરૂપ સાથે નવી શિક્ષણ પધ્ધતિ ઘડાઈ છે.
આપણે આપણા વિદ્યાર્થીઓને વિશ્વ નાગરિક પણ બનાવવાના છે. વિશ્વ નાગરિક બનવાની સાથો સાથ તેઓ પોતાના મુળિયા સાથે જોડાઈ રહે, જળથી લઈને જગ સુધી, મનુષ્યથી લઈને માનવતા સુધી અતીત થી લઈને આધુનિકતા સુધીના બધા જ બિંદુઓનો સમાવેશ કરીને નવી નીતિથી ઘડાયેલુ રાષ્ટ્રીય શિક્ષણ મળી રહે એ હેતુસર ચાલુ શૈ.વર્ષ ૨૦૨૧–૨૨ માટે આપણી શાળા શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયમાં નર્સરીના વર્ગો શરૂ થઇ રહ્યા છે જેમાં આપના બાળકની વયમર્યાદા (ઉંમર) ૩ વર્ષ પુરા થયેલ હોવા જોઈએ. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
પ્રવેશ ફોર્મ તા.૦૧–૦૭–૨૦૨૧ થી ૦૩–૦૭–૨૦૨૧ સુધીમાં સમય સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ દરમ્યાન શાળાના કાર્યાલયમાંથી લેવાના રહેશે. પ્રવેશ ફોર્મ ભરીને તા.૦૫–૦૭–૨૦૨૧ અને તા.૦૬–૦૭–૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમ્યાન જમા કરાવવાના રહેશે.
પ્રવેશ ફોર્મ મેળવવા માટે ઓરીજીનલ જન્મ દાખલો સાથે લાવવાનો રહેશે.
સરકારશ્રીના આદેશ મુજબ કોવીડ–૧૯ની ગાઈડલાઈન મૂજબ માસ્ક ફરજિયાતપણે પહેરવાનું રહેશે તેમજ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.