“શિક્ષણ તમારા ઘર આંગણે”

Apr 1, 2020

નમસ્કાર વાલી મિત્રો,

આશા છે કે આપ અને આપનો પરિવાર મઝામાં હશો. સ્વસ્થ અને સુરક્ષિત હશો.

પ્રભુને પ્રાર્થના કરીએ આપણે સૌ આ વિકટ પરિસ્થિતિ માંથી સારા સ્વાસ્થ્ય અને અડગ મનોબળ સાથે બહાર આવીએ. કૃપા કરી આપની અને આપના પરિવારની કાળજી રાખશો.

ઘરે રહો અને સુરક્ષિત રહો.

શ્રીમદ્દ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય શાળા પરિવાર.

– તમામ વાલીમીત્રો ને જણાવવાનું કે આપના બાળકો માટે ઘરમાં જ બેસીને  ભણવાની તક…

“શિક્ષણ તમારા ઘરઆંગણે”

તમારા બાળકોના શાળાકીય અભ્યાસમાં lockdown ના ડરને knockdown કરો.

અને તમારા સમયનો સદુપયોગ કરો , સોશિયલ ડિસ્ટન્સ ને  ડિસ્ટન્સ લર્નિંગમાં તબદીલ કરો.

1 એપ્રિલ થી 31 મે 2020 સુધી , શાળાઓ ફરીથી ખુલે તે પહેલાં તદ્દન વિનામૂલ્યે શિક્ષણ મેળવો. અને તમારો ભણવાના વિષયોમાં આત્મવિશ્વાસ કેળવો.

1. ઓડિયો વિઝ્યુઅલ કન્ટેન્ટની મદદ થી ધોરણ 1 થી 8 ના વિષયવસ્તુ ને શીખવાનો ઘર બેઠા આનંદ મેળવો.

2. India book of records અને international book of records હોલ્ડર મી. અક્ષય ખત્રી – આઈડી યલ મેથેમેજિશિયન પાસેથી activity અને game based ઘડિયા શીખો.

3. અંગ્રેજી ગ્રામરના નિયમો અને સ્ટ્રક્ચરની માથાકૂટ માં પડ્યા વગર અંગ્રેજી ભાષાના કમ્યુનિકેશનમાં આત્મવિશ્વાસ કેળવો.

તો રાહ શેની જુઓ છો ? નીચેની લિંક પર ક્લિક કરો અને એપ ડાઉનલોઅડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.ideal.idealstudentapp

Wishing you a very happy learning time.