શ્રીમદ્ર રાજ્ચંદ્ર પ્રાથમિક વિધાલયનું ગૌરવ
યોગાસન અને સ્પોર્ટસ એસોસિએસન ટ્રસ્ટ નવસારી આયોજીત જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા તાઃ ૩-૮-૨૦૨૫ ને રવિવાર ના રોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ લુન્સીકુઈ નવસારી મુકામે યોજાઈ હતી. તેમાં આપણી શાળા શ્રીમદ્ર રાજ્ચંદ્ર પ્રાથમિક વિધાલયના બાળકોએ ભાગ લીધો હતો. તેમાં વયજુથ ૧૨ થી ૧૪ માં ધોરણ – ૭-અનાં વિદ્યાર્થી પટેલ તીર્થ તુષારભાઈ એ યોગાસન સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલ છે. અને વયજુથ ૧૨ થી ૧૪ માં ધોરણ ૮-બનાં વિદ્યાર્થી ગોહિલ ભાર્ગવ પ્રિતેશભાઈ એ પાંચમો ક્રમ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલ છે. વય જુથ ૮ થી ૧૦ માં ધોરણ – પ બ નાં વિદ્યાર્થી પરમાર પ્રાર્થ કૌશિકભાઈ એ બોન્ઝ મેડલ અને પ્રમાણ પત્ર મેળવેલ છે. અને ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓએ પ્રમાણ પત્ર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. વિજેતા વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષક શ્રી રાજેશભાઈ ઠાકોરને સમગ્ર શાળા પરિવાર હાર્દિક શુભેચ્છા પાઠવે છે. હવે પછી આગળની સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ..💐💐💐