શ્રીમદ્દ રાજચંદ્ર પ્રા.વિ. ના કલા સૌરભ કાર્યક્રમ માં પર્યાવરણ ને લગતી પ્રશંશનીય કૃતિઓ તથા નવો ચિલો ચાતર્યો.૩૨૩ વિદ્યાર્થીઓએ ૧૪ કૃતિઓ દ્વારા રંગ જમાવ્યો .
નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય દ્વારા આજ રોજ કલા સૌરભ વાર્ષિક રંગારંગ કાર્યક્રમમાં પર્યાવરણ બચાવવા અંગેની વિવિધ કૃતિઓ તથા ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખતા ઉત્સવોની તેમજ માતૃપિતૃ મહિમા કૃતિઓ રજુ થઇ હતી એક થી એક ચડિયાતી કૃતિઓએ રંગ જમાવ્યો હતો.વાલીઓ-વિદ્યાર્થીઓથી પટાંગણ ખીચોખીચ ભરાઈ ગયું હતું. આ બધી કૃતિઓ ૩૨૩ વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શક શિક્ષકો-શિક્ષિકાઓના માર્ગદર્શન હેઠળ ખુબજ સુંદર રીતે રજૂઆત કરી હતી.દરેક કૃતિઓ પ્રશંશનીય હતી.જેને ઉપસ્થિત દર્શકોએ રોકડ પુરસ્કારો આપી નવાજવામાં આવી હતી.કૃતિઓ દ્વારા શિક્ષકોની આગવી દીર્ઘદ્રષ્ટિ દ્વારા ભવિષ્યના પડકારો અને તેનાં ઉકેલ માટેના ઉપાયો કૃતિઓ દ્વારા દર્શાવામાં આવ્યા હતા.
પ્રારંભે આચાર્યા શ્રીમતી કુંતલબેન દેસાઈએ સૌને આવકારતા વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિઓ વર્ણવી શાળાની પ્રગતિની ઝાંખી કરાવી હતી. સંસ્થાના પ્રમુખશ્રી તુષારકાંત દેસાઈ અને મંત્રીશ્રી ઠાકોરભાઈ નાયકે શાળાની સિદ્ધિઓને બિરદાવી પરિશ્રમ દ્વારા જીવનમાં આગળ વધવા હાકલ કરી હતી.આ પ્રસંગે ઉપપ્રમુખશ્રી હિરેનભાઈ પારેખ,ટ્રસ્ટીશ્રીઓએ કેરશીભાઈ દેબુ,દિલીપભાઈ નાયક,જસુભાઇ નાયક વ્યવસ્થાપક સમિતિના સભ્યો પંકજસિંહ ઠાકોર,વિશાલભાઈ દેસાઈ,મુકુંદભાઈ દેસાઈ,ડૉ.સ્વાતિબેન નાયક,ડૉ.અમુલભાઈ નાયક,આચાર્યશ્રી રાજેશભાઈ ટંડેલ,ઇન્ચાર્જ આચાર્યશ્રીમતી અરુણાબેન પટેલ,આચાર્યશ્રીમતી પ્રીતિબેન સોલંકી,શ્રીમતી નિર્મળાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું.શાળાના સુપરવાઈઝર શ્રીમતી કલ્પાબેને સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો.