દીપાવલિ પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધા ૨૦૨૪-‘૨૫

Oct 31, 2024

દીપાવલિ પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ૨૭ કૃતિઓ રજુ થઇ હતી.૧૦૮ વિધાર્થીઓ તથા વિધાર્થિનીઓએ ભાગ લીધો હતો.પર્યાવરણ ને લગતા વિષયો ને આવરી લીધા હતા.પર્યાવરણ નિયંત્રણ તથા પાણી ના વેડફાટને અટકાવવાના સંદેશ આપતી બે કૃતિઓ પ્રથમ ક્રમે વિજેતા થઇ હતી.બે કૃતિઓ દ્રિતીય ક્રમે વિજેતા થઇ હતી.પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરી કાપડની થેલીઓ વાપરવા અનુરોધ કર્યો હતો.પાણી બચાવો કૃતિ તૃતીય ક્રમે વિજેતા બની હતી.

નિર્ણાયક તરીકેની સેવા આપનાર શ્રીમતી સોનલબેન દેસાઈ અને ધારાબેન પટેલે વિધાર્થીઓને ખુબજ  પ્રોત્સાહિતકરી અભિનંદન પાઠવ્યાં હતાં.વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું. તમામ કૃતિઓ પર્યાવરણની જાળવણી નો સંદેશ આપતી હોવાથી દરેક કૃતિઓ બિરદાવવા લાયક હતી