શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય નવસારીની ઝળહળતી સિધ્ધી
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી નવસારી આયોજિત “ગરવી ગુજરાત”ના ભાગરૂપે ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ ૨૦૨૪ તા. ૧૯ /૯/૨૦૨૪ ને ગુરૂવારના રોજ ગાયન શાળા (કુમાર શાળા) મુકામે યોજાયો હતો. જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓ જુદી જુદી કલા સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બન્યા હતા. જેમાં
# સંગીત ગાયન સ્પર્ધામાં
ટંડેલ ક્રિષ્ના દેવલકુમાર ધો.૮અ
પ્રથમ ક્રમ
# સંગીત વાદનમાં
ઠાકોર જીનય રાજેશકુમાર ધો. ૮બ
તૃતિય ક્રમ
# ચિત્રકલા સ્પર્ધામાં
ટંડેલ દેવ રામચંદ્ર ધો. ૮બ
દ્વિતીય ક્રમ
# બાળ કવિ સ્પર્ધા
– પ્રજાપતિ માન્યા અનિલભાઈ ધો. ૮અ
દ્વિતીય ક્રમ
આ સર્વ વિજેતા વિધાર્થીઓને હાર્દિક અભિનંદન અને
આ સર્વ વિદ્યાર્થીઓને તૈયારી કરાવનાર શિક્ષકમિત્રોને શાળા પરિવાર તથા નવસારી કેળવણી મંડળ વતી ખુબ ખુબ અભિનંદન 🌹
સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ટંડેલ ક્રિષ્ના દેવલ કુમાર તાલુકા કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે.
તાલુકા કક્ષાની સ્પર્ધા માટે ક્રિષ્નાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.