વાર્ષિક રમોત્સવનું આયોજન વર્ષ ૨૦૨૨-૨૩

Mar 2, 2023

સ્પોટ્સ – ડે

આપણી શાળામાં તા. ૯-૨-૨૩ થી ૧૧-૨-૨૩ સુધી શિયાળુ રમોત્સવની હોશભેર ઉજવણી કરવમાં આવી. નવીન અને વિવિધ સ્પર્ધાઓમાં  બાળકોએ ભાગ લઇ ખૂબ જ ઉત્સાહપૂર્વક વિજય પ્રાપ્ત કરી પોતાની શારીરિક કલાના પારખા કરાવી વિજય મેળવ્યો. વિવિધ સ્પર્ધાઓ જેવી કે ” લીંબુ-ચમચી , રીંગ-પાર્સિંગ , રીંગ-સ્તેપું , સ્લો-સાયકલીંગ , દુધી-દોડ , દડા-રેસ , ફુગ્ગા-ફોડ , વિઘ્ન-દોડ , મેમરી-ચેક , બુક-બેલેન્સ , રેડી ફોર સ્કૂલ , ફિલ ધ બોટલ …. જેવી સ્પર્ધાઓમાં બાળકોએ રસ દાખવી મેદાન કિકિયારીઓથી ગુંજતું કરી મુક્યું….