તારીખ – ૧૬/૨/૨૦૨૩ને ગુરુવારના રોજ એસેન્ટ સ્કૂલ,અંકલેશ્વર ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઇ હતી
જેમાં આપણી શાળા શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયની વિદ્યાર્થીની જગદાળે વૈભવી પ્રવીણભાઈ એ દોહા-છંદ અને ચોપાઈ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. હવે રાજય કક્ષાએ આપણી શાળાનું પ્રતિનિધિત્વ કરશે. નવસારી કેળવણી મંડળ અને સમગ્ર શાળા પરિવાર તરફથી વૈભવીને ખૂબ ખૂબ અભિનંદન અને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ. 🌹🌹