ગુજરાત કરાટે ફેડરેશન દ્વારા યોજાયેલ રાજ્ય કરાટે ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક મેળવનાર નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયના ધોરણ – ૩માં અભ્યાસ કરતો વિદ્યાર્થી મોદી માલવ ધર્મેશભાઈ એ કુમિટે ૩૦ કી.ગ્રા વજન શ્રેણીમાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા અને નવસારીનું ગૌરવ વધાર્યું.