તા:૭-૬-૨૦૨૨
શ્રીમદ રાજચંદ્ર વિદ્યાલયની વિદ્યાર્થીની શ્રુતિ ધીરુભાઈ ટંડેલનું શિક્ષણ મંત્રીના હસ્તે સન્માન.
GIET અમદાવાદ અને GCERT ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાજ્યના 6 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ ગ્રીષ્મોત્સવ 2022માં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ઓનલાઇન માધ્યમથી અલગ-અલગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય નવસારીની વિદ્યાર્થીની શ્રુતિ ધીરુભાઈ ટંડેલ દ્વિતીય ક્રમાંક મેળવી વિજેતા બની હતી. આ ગ્રીષ્મોત્સવ કાર્યક્રમ ૨૦૨૨ નો સમાપન સમારોહ તા: ૦૬-૦૬-૨૦૨૨ ના રોજ ટાગોર હોલ, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં દ્વિતિય ક્રમે વિજેતા થવા બદલ શ્રુતિ ટંડેલને રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું . સમગ્ર રાજ્યમાં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે .આ બદલ નવસારી કેળવણી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વ્હાલી દીકરી શ્રુતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.