શ્રીમદ્દ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય,નવસારી
તારીખ ૨૦ -૬ -૨૦૨૨ ને સોમવારના શુભ દિને શાળામાં નાનેરા ભૂલકાઓનાં સર્વાંગી વિકાસ અર્થે નર્સરી વિભાગ ની શુભ શરૂઆત કરવામાં આવી.સંસ્થાનાં પદાધિકારીઓ ની ઉપસ્થિતીમાં નાનકડાં ભૂલકાઓનાં વરદ હસ્તે નર્સરીનાં વર્ગોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું.શાળાનું પ્રાંગણ ફૂલડાંની ફોરમ સમા ભુલકાઓની કલરવ અને વાલીમિત્રોનાં આગમન થકી ગુંજી ઉઠ્યું .આ એક અનેરા તહેવાર સમા પ્રસંગ ઉજવાતા શાળા પરિવારે આનંદની લાગણી અનુભવી.રૂડા અવસર ની એક ઝલક આપશ્રી સમક્ષ રજુ કરતાં હર્ષ પામીએ છીએ.