સર્વ વાલીમિત્રોેને જણાવવાનું કે સરકારશ્રીના પરિપત્ર અનુસાર પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો માટે તારીખ ૧૮/૨/૨૦૨૧ થી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પુન: શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ એસ.ઓ. પી / માર્ગદર્શિકા નીચે આપવામાં આવેલ છે.તે પ્રમાણે બાળકને શાળામાં મોકલતી વખતે
નીચે આપેલ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
વાલીમિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબતો
૧. વાલીમીત્રોએ બાળકોને ઘરેથી પુસ્તક,નોટ–બુક,પેન્સિલ,રબર, પાણીની બોટલ,ટીફીન, રૂમાલ, નાની સેનેટાઈઝરની બોટલ ફરજીયાતપણે આપવાની રહેશે.
૨. બાળકોને સરકારશ્રીની કોવીડ–૧૯ની માર્ગદર્શિકા બાબતે સમજાવીને શાળા પર મોકલશો.
૩. માતા–પિતા માંથી કોઈપણ એક જ વાલીએ બાળકને શાળાએ મૂકવા આવવાનું રહેશે. વાલીમિત્રોએ કોઈપણ સંજોગોમાં શાળામાં પ્રવેશ કરવો નહિ.
૪. બાળકો સમયસર શાળાએ પહોંચે તેમજ શાળાથી સીધા ઘરે પહોંચે તે સુનિશ્ચિત કરવું.
૫. શાળા સમય દરમ્યાન કોપીપણ વસ્તુની આપ-લે કરવાની છૂટ આપવામાં આવશે નહિ.
શાળા સમય દરમ્યાન વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો
- તા.૧૮–૦૨–૨૦૨૧ને ગુરૂવાર ના રોજ સરકારશ્રીના જણાવ્યા મૂજબ ધો. ૬ થી ધો.૮ નું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થાય છે.
- દરેક વ્યક્તિએ માસ્કનો ઉપયોગ કરવો તથા ૬ ફૂટનું અંતર જાળવવું અને સેનેટાઈઝરની નાની બોટલ પોતાની સાથે રાખવી.
- શાળા સંકુલમાં પ્રવેશ કરો ત્યારે ફરજિયાત પણે હાથને સેનેટાઈઝ કરવા અને તાપમાન ચેક કરાવવું.
- સમગ્ર શાળામાં તથા શૌચાલયમાં સ્વચ્છતા જાળવવી તેમજ ભેગા થવું નહિ.
- શાળામાં આવ્યા બાદ જણાવેલ સ્થાન ઉપર જ બેસવું , ગમે ત્યાં ફરવું નહિ.
- દરેક વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તક તથા નોટ–બુક, પેન્સિલ, પેન, પાણીની બોટલ, નાનો રૂમાલ વગેરે વસ્તુ ફરજીયાત પોતાનું જ લાવવાનું રહેશે. કોઈપણ વસ્તુની ફેર–બદલ કરવી નહિ.
- દરેક વિદ્યાર્થીઓએ ઘરેથી રાંધેલો પોષ્ટિક ખોરાક ટીફીનમાં લાવવાનો રહેશે.
- શાળાની રજા થયા પછી વિદ્યાર્થીઓએ કોઈપણ સ્થળે રોકાયા વિના સીધા ઘરે જવું.
- દરેક વિદ્યાર્થીઓએ છીંક કે ખાંસી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ ગમે ત્યાં થૂકવું નહિ.
- શરદી, ઉધરસ, તથા તાવના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓએ શાળામાં આવવું નહિ તેમણે ઓનલાઈન અભ્યાસક્રમ દ્વારા પોતાનો અભ્યાસ કરવાનો રહેશે.
- તમારા ઘરમાં અથવા ઘરની આસપાસ ફળિયામાં કોઈ કોરોના પોઝીટીવ કેસ હોય તો શાળામાં વર્ગશિક્ષકને જાણ કરવી.
- સરકારશ્રી દ્વારા સૂચવવામાં આવેલ માર્ગદર્શિકાનું અને સૂચનોનું દરેક વિદ્યાર્થીઓએ અને વાલીમીત્રોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આપનાં સહકારની અપેક્ષા સહ.
શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય.