મહાત્મા ગાંધી સાર્ધ શતાબ્દી: મહાત્માની મહાસ્પર્ધાઓ અંતર્ગત. વર્ષ ૨૦૧૯-૨૦

Feb 11, 2020

શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય આધારિત મહાત્મા ગાંધી સાર્ધ શતાબ્દી: મહાત્માની મહાસ્પર્ધાઓ અંતર્ગત ૧૧ જેટલી

વિવિધ સ્પર્ધઓ યોજાઈ હતી. જેમાં આપણી શાળામાંથી ધો. ૩ થી ૮ ના ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં વિવિધ સ્પર્ધામાં ૯૮ વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા.

પ્રથમ નંબરે વિજેતા  ૦૬ વિદ્યાર્થીઓ

દ્રિતીય નંબરે વિજેતા ૦૪ વિદ્યાર્થીઓ

તૃતીય નંબરે વિજેતા ૦૭ વિદ્યાર્થીઓ તથા આશ્વાસન ઈનામ ૮૧ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ છે. આ તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન…

આ, ઉપરાંત આચાર્ય સોરાબજી વાડિયા બેસ્ટ સ્કૂલ એવોર્ડસ માટે સંખ્યા આધારિત બે વિભાગો પાડવામાં આવ્યા હતા. જેમાં મોટી શાળાઓમાં ૨૪ જેટલી સ્કૂલો સામેલ હતી. જેમાં આપણી શાળાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. જેથી શાળા પરિવારના અધાક પ્રયત્નને બિરદાવી અભિનંદન પાઠવીએ છીએ.