આણંદ જિલ્લામાં ૧૧ મિ નેશનલ સોતોકન કરાટે ચેમ્પિયનશીપ ૨૦૧૯ ની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નવસારી જીલ્લાની શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયમાં સિનિયર કેજી માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મોદી માલવ ધર્મેશકુમાર અન્ડર-૭ કેટેગરીમાં કાતા અને કુમીત્તેમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે. આ વિદ્યાર્થીને શાળાનું નામ રોશન કરવા બદલ નવસારી કેળવણી મંડળ, શાળાના આચાર્યાશ્રી કુંતલબેન દેસાઈ તથા શાળા પરિવાર અને કરાટે કોચ દીપક આર નામા સાહેબ અભિનંદન પાઠવે છે.