– રંગારંગ કાર્યક્રમની ઉજવણી

Dec 27, 2019
  • તા. ૨૩/૧૨/૨૦૧૯  સોમવારે નવસરી કેળવણી મંડળ સંચાલિત નવસારી હાઇસ્કુલના  ૮૪માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લઇ અદ્દભુત કૃતિઓ રજુ કરી, પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં નવસારી કેળવણી મંડળના હોદ્દેદારોએ હાજરી આપી હતી તથા બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીમિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.